Jyotsana Bhagat (Incharge)
હું એક શિક્ષણ નો જીવ છું છતાં મને પણ શિક્ષણનો ભાર છે તેથી હું એક જ વાત કહેવા માગીશ...
" ઠેર ઠેર ભાળુ હું હરીફાઈ તીવ્ર અજબ આજનું શિક્ષણ,
ભૂલકાંઓની પાંપણોને સ્વપ્નાઓનો ભાર, કેવું રે શિક્ષણ...."
આચાર્ય શાળામાટે માર્ગદર્શન સેવાઓના ચાવીરૂપ છે. હું એક આચાર્ય તરીકે ન્યૂ મોડલ સ્કૂલમાં મારી ફરજ તો બજાવું છું... એટલે જ તો કહેવાય છે કે જનનીની ગોદમાં અને આચાર્યની છત્ર છાયામાં મળેલું જ્ઞાન ગ્રંથોમાં પણ ગોતવું મુશ્કેલ બની જાય છે .
સમાજનો પ્રત્યેક વ્યક્તિ અન્ય વ્યક્તિ માંથી કંઈક નવું શીખતો જ હોય છે,પ્રેરણા પણ લે છે, માર્ગદર્શન પણ લે છે. દરેક વ્યક્તિ બધી જ બાબતોમાં પૂર્ણ હોય તે શક્ય જ નથી પણ એક આચાર્ય બનીને તેમનામાં રહેલી ખામીઓ દૂર કરવામાં મારી ઘણી સફળતા છે . આ પ્રક્રિયા માં શીખનાર અને શીખવનાર નું મહત્વ પણ વધુ છે કારણ કે શીખનાર પૂરી જિજ્ઞાસાથી શીખવા તૈયાર થાય અને શીખવનાર એટલે કે આચાર્ય જો યોગ્ય મૂડમાં ન હોય તો જે શીખવાનું છે તે પણ શીખતા એવું શિખાઈ જાય કે સમાજ ઉપયોગી ન રહે. આ શીખવનારને પહેલા ના જમાનામાં ગુરુજી કહેતા હતા અને એ જ વર્તમાન ના અમે શિક્ષકો છીએ . ગમે તેટલા હોશિયાર વૈજ્ઞાનિક અન્ય ને વૈજ્ઞાનિક ન જ બનાવી શકે. તો કોઈ પ્રખ્યાત ડોક્ટર અન્ય ડોક્ટરનું નિર્માણ ન જ કરે .માત્ર એક આચાર્ય જ છે જે બીજા આચાર્યનું નિર્માણ કરી શકે .
શિક્ષણ ક્ષેત્રે કામ કરતા તમામ મિત્રોને એક મીઠી ટકોર કરતાં એટલું જ કહેવું છે કે યાદ કરો જ્યારે આપણે વિદ્યાર્થીઓ હતા. આપણને ભણાવવા આવનાર શિક્ષકો કે આચાર્ય પાસેથી આપણી જે અપેક્ષાઓ હતી તે બધી જ અથવા એથી વધુ અપેક્ષાઓ આજના વિદ્યાર્થીઓ એક આપણી પાસે રાખે છે. તેથી આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ .
હવે આપણે પોતે નક્કી કરવાનું કે આપણા વર્ગ ખંડમાં આપણી નજર સમક્ષ ભારતનું ભવિષ્ય છે તેનું કેવું નિર્માણ આપણે કરવા ઈચ્છીએ છીએ શિક્ષક હોવાનું ગૌરવ ત્યારે જ થવું જોઈએ જ્યારે સમાજમાંથી જેવા આવે છે તેવા બાળકોનું સ્વીકાર કરી સમાજ અને રાષ્ટ્રની ઉપયોગી થાય તેવા નાગરિકોનું ઘડતર આપણા હાથે થાય .
વિદ્યાર્થીઓના વિકાસ અને ઘડતર માટે આપણે જેમ સતત ટકોર કરતા રહીએ છીએ તે જ પ્રકારે દરરોજ સાંજે સુતા પહેલા આપણે આપણી જાતને પૂછવું જ રહ્યું કે આજે મારા થકી રાષ્ટ્રના ઉદ્ધાર માટે શિક્ષણના માધ્યમથી મેં શું નવું કર્યું ? આ પ્રશ્ન સતત આપણા મનમાં ધોળાતું રહેશે , વલોવાતું રહેશે તો નિશ્ચિત ભારતનું ભાવી ઉજજવળ બનશે. . . .