
હું એમ.એ.બી.એડ. લાયકાત ધરાવતી અને શિક્ષણ ક્ષેત્રમાં 18 વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવતી શિક્ષિકા છું. આ ઉપરાંત 8 વર્ષ આચાર્ય તરીકે અને 1 વર્ષ સુપરવાઇઝર તરીકે કાર્ય કરવાનો અનુભવ મને શિક્ષણ, વહીવટ અને ટીમ મેનેજમેન્ટમાં વધુ સક્ષમ બનાવે છે.
મારું વિઝન એવી શૈક્ષણિક સંસ્થા ઊભી કરવાનું છે, જ્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, મજબૂત સંસ્કાર, શિસ્ત, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને દરેક વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવે. આજ બધું ધ્યાનમાં રાખીને આ વર્ષથી ક્લબ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળક દરેક વિષયમાં રસ લે અને સારામાં સારું કાર્ય કરે. દરેક વિષયમાં બાળક જ્ઞાન પ્રાપ્ત કરે એ હેતુથી ક્લબ એક્ટિવિટી કરાવવામાં આવે છે.
હું માનું છું કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત ન રહે, પરંતુ વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, નેતૃત્વ, માનવતા અને રાષ્ટ્રપ્રેમ જેવા મૂલ્યોનો વિકાસ કરે. શિક્ષકોને સતત પ્રેરણા, તાલીમ અને માર્ગદર્શન આપીને એક સકારાત્મક, જવાબદાર અને પરિણામલક્ષી શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવું એ મારી કાર્યશૈલીનો આધાર છે.
વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીશ્રીઓ અને સમાજના સહયોગથી શાળાને શૈક્ષણિક શ્રેષ્ઠતા, નૈતિક મૂલ્યો અને નવીનતાના કેન્દ્ર તરીકે વિકસાવવી અને દરેક વિદ્યાર્થીને જીવનમાં સફળ, સંસ્કારી અને જવાબદાર નાગરિક બનાવવો એ જ મારા જીવનનું ધ્યેય અને મારું વિઝન છે.
સોનલ વસુદેવ ગવળે
એમ.એ.બી.એડ.
શિક્ષણ ક્ષેત્રમાં 18 વર્ષનો સમૃદ્ધ અનુભવ